Jhaverchand Meghani

સાવજ ગરજે !

ગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકેડ્યપાતળિયો જોદ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો’ જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે !ક્યાં ક્યાં ગરજે ?બાવળના જાળામાં ગરજેડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં ગરજેગામ તણા પાદરમાં ગરજેનદીઓની ભેખડમાં ગરજેગિરિઓની ગોહરમાં ગરજેઊગમણો, આથમણો ગરજેઓરો ને આઘેરો ગરજેથર થર કાંપે !વાડામાં વાછડલાં કાંપેકૂબામાં બાળકડાં કાંપેમધરાતે પંખીડાં કાંપેઝાડ તણાં પાંદડલા કાંપેપહાડોના પથ્થર પણ કાંપેસરિતાઓના જળ પણ…

બડકંદાર બિરાદર ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠેબરછી ભાલે કાઠી ઊઠેગોબો હાથ રબારી ઊઠેસોટો લઈ ઘરનારી ઊઠેગાય તણા રખવાળો ઊઠેદૂધમલા ગોવાળો ઊઠેમૂછે વળ દેનારા ઊઠેખોંખારો ખાનારા ઊઠેમાનું દૂધ પીનારા ઊઠે !જાણે આભ મિનારા ઊઠે !

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.એનું…

કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,

આગળ રે જીવોજી ઠાકોર,વાંહે રે મોરબીનો રાજા,ઘોડાં પાવાં જાય.કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;જાવા દ્યો,જીવાજી ઠાકોર,જાવા દ્યો, મોરબીના રાજા,નથી કરવાં મૂલ;મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.—મોરબી0કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;જાવા દ્યો,જીવાજી ઠાકોર,જાવા દ્યો,મોરબીના રાજાનથી કરવાં મૂલ;મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.—મોરબી0કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;જાવા દ્યો, જીવાજી ઠાકોર,જાવા દ્યો, મોરબીના રાજા,નથી કરવાં મૂલ;મારા…

લાગ્યો કસુંબીનો રંગ –

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગસાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગવહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ……

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.મોર બની થનગાટ કરેઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરેગુમરી ગુમરી ગરજાટ ભરેનવે ધાનભરી મારી સીમ ઝૂલે.નવ દીન કપોતની પાંખ ખૂલે.મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરેગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.મન મોર બની થનગાટ કરેનવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે.મારા લોચનમાં…

આવજો આવજો, વા’લી બા !

પાછલી તે રાતને પહેલે પરોડિયે……. ઝબકીને તું જ્યારે જાગે……. રે મા ! ઝબકીને તું જ્યારે જાગે,ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને……. પડખું ખાલી લાગે, હો મા !માડી, મને પાડજે હળવા સાદ,પડઘો થઈ હું દૈશ જવાબ – આવજો….તારા હૈયા પરે ખેલવા ને ગેલવા……. આવું બની હવાનો હિલોળો;……. રે મા ! આવું બની હવાનો હિલોળોલાંબી લટોમાં રમું ઓળકોળાંબડે……….

ભીડેલા આભને ભેદી કો’ રાજબાળ તાળીઓ પાડતી છૂટી,

ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.રુંધ્યાં જોબન એના જાગી ઊઠ્યાં રે આજ, કાજળ ઘૂંટે છ (છે) કાઠિયાણી,નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી (ઊડાડતી) કોને ગોતે છ મસ્તાની !કોને પાવાને કાજ સંચી રાખેલ હતી આ વડલાની દૂધની કટોરી!ચાંદા-સૂરજની ચોકી વચ્ચેય તુંને કોણ ગયું શીખવી ચોરી !સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ…